New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/IMG-20191104-WA0006.jpg)
મહા વાવાઝોડાના પગલે ભરૂચ જિલ્લાનું તંત્ર એલર્ટ થયું છે. તંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાવચેતીના ભાગરૂપે સાવધ રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જે અંગે વાલિયા તાલુકા પંચાયત ખાતે સંભવીત વાવાઝોડા અંગે તાલુકાના અધિકારીઓ અને તલાટીઓ સાથે બેઠક યોજાઇ હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/11/IMG-20191104-WA0008.jpg)
વાલિયા
તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આગામી તા. ૬થી ૮
દરમ્યાન હવામાન વિભાગની સંભવીત મહા વાવાઝોડા આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે વિવિધ
વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ
તાલુકાના તલાટીઓ તેમજ સરપંચોની બેઠક યોજાઈ હતી. જેમાં વરસાદ તેમજ વાવાઝોડા અંગે
સાવધ રહેવા અને સાવચેતીના પગલાં ભરવા તેમજ તલાટીઓ અને સરપંચોને સ્થળ ન છોડવાની
સૂચનાઓ સાથે તાલુકા તંત્રની મોનીટરીંગ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
Latest Stories