ભરૂચ : વાલિયાની રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

New Update
ભરૂચ : વાલિયાની રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે આવેલ રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે હાંસોટની કાકા બા હોસ્પિટલ તથા એશિયન પેઈન્ટસ લિમિટેડના સયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાલિયામાં રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ દરમ્યાન નિષણાંત તબીબોએ સેવા આપી હતી. કેમ્પમાં આંખના રોગ, હ્રદય અને છાતીના રોગ સહિત વિવિધ રોગોને લગતી તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.

Latest Stories