ભરૂચ વિધાનસભાની બેઠક પરનાં કોંગ્રેસ અને ભાજપનાં ઉમેદવારોએ એકબીજાને પાઠવી શુભકામના

New Update
ભરૂચ વિધાનસભાની બેઠક પરનાં કોંગ્રેસ અને ભાજપનાં ઉમેદવારોએ એકબીજાને પાઠવી શુભકામના

ભરૂચ વિધાનસભા બેઠક પરનાં ભાજપનાં ઉમેદવાર ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર જયેશ પટેલે એકબીજાને ચૂંટણીની શુભેચ્છા પાઠવી હતી અને મતદાન કર્યુ હતુ.

ભરૂચ વિધાનસભા મતક્ષેત્ર 153નાં ભાજપનાં ઉમેદવાર દુષ્યંત પટેલ અને કોંગ્રેસનાં ઉમેદવાર જયેશ પટેલ મતદાન બુથ પર મળ્યા હતા, અને ભલે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતપોતાની જીત માટેનાં પ્રચાર કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે મતદાનનાં દિવસે દુષ્યંત પટેલ અને જયેશ પટેલ મતદાન મથક પર મળ્યા હતા, અને એકબીજાને જીત માટેની શુભેચ્છા પાઠવીને મતદાન કર્યુ હતુ.

Latest Stories