ભરૂચ વિધાસનભા બેઠક પર દુષ્યંત પટેલનો જંગી મતોની સરસાઈ થી વિજય

New Update
ભરૂચ વિધાસનભા બેઠક પર દુષ્યંત પટેલનો જંગી મતોની સરસાઈ થી વિજય

ભરૂચ વિધાનસભાની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર દુષ્યંત પટેલ સતત ત્રીજી ટર્મમાં જંગી મતો થી વિજય બન્યા હતા.

ભરૂચ વિધાનસભાની બેઠક પર ભાજપ માંથી દુષ્યંત પટેલ અને કોંગ્રેસ માંથી જયેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, ગુજરાતમાં પાટીદાર ફેકટરને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અગાઉ જાહેર કરેલા ઉમેદવારને બદલીને જયેશ પટેલને ટિકિટ આપી હતી, જોકે તેમછતાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડયો હતો.

દુષ્યંત પટેલે ભરૂચની વિધાનસભાની બેઠક પરથી 33105 મતોની જંગી સરસાઈ થી વિજય બન્યા હતા. અને તેઓએ પોતાની ભવ્ય જીત બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories