ભરૂચ : શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત, રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ

New Update
ભરૂચ :  શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત, રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ

અનિચ્છનીય

બનાવ રોકવા પોલીસ બની સજજ

રામ મંદિર

અંગે ચુકાદાના પગલે સંવેદનશીલ ગણાતા ભરૂચ શહેરમાં પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ

શરૂ કરી દીધું છે. કોઇ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ પોઇન્ટ પર પોલીસ

કાફલો તૈનાત કરી દેવાયો છે. 

શનિવારે

દેશની સર્વોચ્ચ અદાલતે અયોધ્યામાં રામ મંદિર અંગે તેનો ચુકાદો આપી દીધો છે પણ

શુક્રવારે રાતથી જ સમગ્ર ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ભરૂચ

શહેરમાં પણ સંવેદનશીલ ગણાતાં મહંમદપુરા,બાયપાસ ચોકડી,બહાર ની ઊંડાઈ,લાલબજાર સહીતના  વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી

દેવાયો.ભરૂચ રેલવે સ્ટેશન ઉપર પણ મુસાફરો ના સરસમાનનું ચેકીંગ કરાયું.

બીજી તરફ લોકોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારી લઈ સોશ્યલ મીડિયા પર ખુશી વ્યક્ત

કરતી પોસ્ટ મૂકી હતી.જેને લઈ ભરૂચ એસપીએ પણ લોકો એ અફવાઓ થી દૂર રહેવા અપીલ પણ કરી

હતી.

Latest Stories