/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/bb-2.jpg)
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યપકોએ શિક્ષણને વેગવંતુ અને મુલ્યસભર બનાવવા માટે અનોખી પહેલ કરી છે. જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને વિના મુલ્યે કારકીર્દી ઘડતર અંગે માર્ગદર્શન તેઓ આપી રહયાં છે. એસોસીએટેડ પ્રોફેસર સોસાયટીના નેજા હેઠળ આ ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-10-at-11.53.13-AM-3.jpeg)
વિદ્યાર્થીઓ માટેના બહુઉપયોગી કાર્યમાં ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપકો ડૉ. એન.એમ.પટેલ, ડૉ. એમ.પી. પીરઝાદા, ડૉ. એન.એમ.કલાર્થી, ડૉ. આર.બી.પરમાર, ડૉ. પી.એચ.ત્રિવેદી, ડૉ. એન.બી.ચૌહાણ અને કે.આર.ચૌધરીનો સમાવેશ થાય છે. સંસ્થા તરફથી ગર્વન્મેટ ગર્લ્સ હોસ્ટેલ ફોર એસટી સ્ટુડન્ટ ખાતે માર્ગદર્શક શિબિર યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં હોસ્ટેલના આસીટન્ટ સુપ્રીટેન્ડન્ટ વિભુતી ઉઘાડ સહિત મોટી સંખ્યામાં છાત્રાઓ હાજર રહી હતી. વિવિધ વિષયોના નિષ્ણાંત પ્રાધ્યપકોએ વિદ્યાર્થીઓને જાણકારી અને સમજ પુરી પાડી હતી. પ્રાધ્યાપકોની આ અનોખી પહેલ સમાજ માટે અનુકરણીય બની રહેશે. પ્રોફેસર ડૉ. રામચંદ્ર પરમારે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકીર્દી ઘડતર માટે કટીબધ્ધ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.