New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/WhatsApp-Image-2019-09-20-at-2.22.04-PM-1.jpeg)
ભરૂચના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે બાળ મંદિર વિભાગના બાળકો તથા શિક્ષક સ્ટાફ પરિવાર દ્વારા “ઓરેન્જ-ડે”ની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે નર્સરી ,શિશુ-૧, શિશુ-૨ના વિધ્યાર્થી બાળકો ઓરેન્જ (કેસરી) કલરની ટી-શર્ટ પહેરી જુદા-જુદા શાકભાજી, ફળ, ફૂલના ચાર્ટ જેવા કે મોસંબી, ગાજર, ગલગોટો તેમજ થર્મોકોલની સિટ ઉપર અવનવી વસ્તુ શણગારીને લાવ્યા હતા.
આ કાર્યક્રમ થકી વિધ્યાર્થી બાળકોને અલગ અલગ રંગની ઓળખ સહિત કેસરી રંગના વસ્તુઓનો ઉપયોગ વિષેની જાણકારી થાય તે હેતુથી “ઓરેન્જ-ડે” કાર્યક્રમ યોજાયો હતો. શ્રવણ વિદ્યાધામના આચાર્ય અને ટ્રસ્ટીગણે બાળકોને વધાવી તેમનો ઉત્સાહ વધારી સૌને બિરદાવ્યા હતા.
Latest Stories