/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-34.jpg)
ભરૂચના શ્રી સમસ્ત લોહાણા જલારામ સેવા
મંડળ ટ્રસ્ટ દ્વારા ૨૨૦મી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના
નીલકંઠ ઉપવન ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
વિરપુરના સંત એવા જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતીની
ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના શ્રી સમસ્ત લોહાણા જલારામ સેવા મંડળ
ટ્રસ્ટ દ્વારા પણ જલારામ જયંતીની ઉજવણીનો કાર્યક્રમ શહેરના નીલકંઠ ઉપવન ખાતે
યોજાયો જેમાં પાદુકા પૂજન,મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન
કરાયું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ,સામાજિક અગ્રણી રમેશ મોદી,જૈન શ્રેષ્ઠી શાંતિલાલ શ્રોફ,ટ્રસ્ટનાં પ્રમુખ નરેશ ઠક્કર તેમજ સમાજના આગેવાનો અને
સભ્યોએ ઉપસ્થિત રહી જલારામ બાપાની આરતી ઉતારવાનો લહાવો લીધો હતો. અંકલેશ્વર ખાતે
પણ જલારામ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.
શ્રધ્ધાળુઓએ ભકિતસભર વાતાવરણમાં જલારામ બાપાની આરતી ઉતારી તેમની પૂજા અર્ચના કરી
હતી.