/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/vlcsnap-2019-09-25-14h28m22s479.jpg)
ભરૂચ સહિત રાજ્યમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફુકાય રહ્યા છે. જેના કારણે મહત્તમ તાપમાનનો પારો ઉચ્ચે ગયો છે. છેલ્લા કેટલાય દિવસથી લોકો કાળઝાળ ગરમીથી લોકો પરેશાન હતા. ત્યારે એક ડિસ્ટ્રર્બન્સના કારણે ભરૂચ સહિત રાજ્યમાં આજે વાદળ છાયુ વાતાવરણ સર્જાવા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગે પણ જણાવ્યુ હતું કે ભરૂચ સહિત ગુજરાતમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. ત્યારે આજે ભરૂચ શહેરમાં અચાનક કાળા ડીબાંગ વાદળોની ફોજ ઉતરી આવવા સાથે જોરદાર વરસાદનું આગમન થયું હતું. સાથે ઠંડા પવન પણ ફુંકાઇ રહ્યા છે. અને ભરૂચ એમ.જી.રોડ સ્થીત બી.એસ.એન.એલ ઓફીરની બહાર વીજળી પડતા થયેલા અવાજ અને ઘડાકાથી ચમકીને બી.એસ.એન.એલ કર્મીઓ પણ ઓફીસ બહાર દોડી આવ્યા હતા. હાલ આ વિજળી પડવાથી સંલગ્ન વિસ્તારોની લાઇટો ગુલ થવા સાથે બ્રોડ બેન્ડ સેવાઓ પણ ઠપ થતા વેપારી સહિતના લોકો અટવાયા હતા. વરસાદી વાતાવરણના કારણે મહત્તમ તાપમાન તો ઘટશે. પરંતુ જૌ કમોસમી વરસાદ પડશે તો પાકને મોટુ નુકસાન થવાની સંભાવનાઓથી ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી હતી.