New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/gfdgdf.jpg)
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરાની કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા સ્માઈલ ટ્રેન પોગ્રામ અંતર્ગત ફાટેલા હોઠ અને તાળવાના દર્દીઓ માટે મફત ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.
કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવા ૫૦ જેટલા ઓપરેશન મફત કરવામાં આવ્યા છે. ફાટેલા હોઠ અને ટાળવાએ જન્મજાત ખોડખાપણ છે .આવા દર્દીઓને લોહી તપાસી અને પ્લાસ્ટિક સર્જરી જેવા ઓપરેશનો મફતમાં કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે. આર બી.એસ.યુ. ડોકટર ટીમ દ્વારા ભરૂચ જિલ્લામાંથી સર્વે કરી આવા ૪૦ જેટલા દર્દી ઓને આજે તપાસી એમને ઓપરેશન માટેની તારીખ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ માં ડો, કલ્યાણ આલેગાવકરની ટીમ સાથે સીડીએચઓ, સીડીએમઓ અને આરબીએસયુંની ટીમે સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Latest Stories