ભરૂચ : સુરતમાં શિક્ષકને મારવાની ઘટનાના વિરોધમાં શાળા સંચાલકોનું આવેદન

New Update
ભરૂચ : સુરતમાં શિક્ષકને મારવાની ઘટનાના વિરોધમાં શાળા સંચાલકોનું આવેદન

સુરતની આશાદીપ સ્કુલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યા બાદ વાલીઓના ટોળાએ શિક્ષક પર હુમલો કર્યો હતો. આ ઘટનાના શિક્ષક આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. સોમવારના રોજ ભરૂચ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપક્રમે તંત્રવાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરતના વરાછા ખાતે થોડા દિવસ પહેલા વરાછાની આશાદીપ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા વિદ્યાર્થીના પરિવારજનો સ્કૂલે દોડી આવી શાળાના શિક્ષક ને ચાલુ કલાસમાં માર મારી શાળાના કેમ્પસ સુધી ખેંચી લાવ્યા હતાં. આ ઘટનાના વિરોધમાંરાજયભરની સ્વનિર્ભર શાળાના સંચાલકો અને શિક્ષકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

ભરૂચ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપક્રમે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષકો અને સંચાલકો વિરોધ દર્શાવવા માટે સફેદ શર્ટ અને કાળુ પેન્ટ પહેરીને આવ્યાં હતાં. તેમણે આવા બનાવો અટકાવવા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. ભરૂચ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કાર્યકારી પ્રમુખ રાજન પટેલ સહિતના આગેવાનોએ હાજર રહી રજૂઆતો કરી હતી.

Latest Stories