ભરૂચ : “સેવા સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે રૂ. 1.50 કરોડના ખર્ચે થનારા વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

New Update
ભરૂચ : “સેવા સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે રૂ. 1.50 કરોડના ખર્ચે થનારા વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

આગામી તા. 17મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર સપ્તાહને “સેવા સપ્તાહ” તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે, ત્યારે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રજાલક્ષી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા.

શહેરના ધોળીકુઇ વિસ્તારમાં આવેલી શાળાના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ શહેરના કસક વિસ્તારમાં આવેલા અંડરપાસના બ્યુટીફીકેશન તેમજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ખાતે લેબરૂમ અને સ્ટોરરૂમ બનાવવા સહિત ફાટાતળાવ વિસ્તારમાં આવેલ પાણીની લાઇનના કામ અર્થે કુલ રૂપિયા 1.50 કરોડના ખર્ચે થનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું હતું. જોકે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આગામી સમયમાં શહેરમાં અનેક પ્રકલ્પો સહિતના પ્રજાલક્ષી કાર્યો હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલખેનિય છે કે, ભરૂચ નગરપાલિકાના ભાજપી શાસકો હવે ચૂંટણી પહેલાં સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોને સંપન્ન કરવા જઈ રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીની તારીખો પણ જાહેર થવાની છે. જોકે વિકાસની વાતો કરનાર નગરપાલિકા તંત્રની કામગીરીથી ભરૂચની જનતા ત્રસ્ત થઈ જતા સફાળી જાગેલી પાલિકાએ એક પછી એક વિકાસના કામો હાથ ધરતા લોકોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Latest Stories