/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/0.30805100_1550926766_court.jpg)
તા.૦૭.૦૮.૧૯ ભરૂચ, તા. નેત્રંગનાઃ કોટીપાડા- ગામની આદીવાસી, ગરીબ-પછાતપ માતા-પિતા સાથે રહેતી દીકરી ઉ.વ.આશરે-૧૫ ની તા.૧૭.૮.૧૫ ના રોજ સાંજના સમયે પોતાના ઘરેથી ગામના કોતર તરફ કુદરતી હાજતે ગયેલી હતી. તે સમયે તેણેની કોતરમાં એકલી જતાં જોઈ ગયેલો આરોપી કિશનભાઈ ઉર્ફે કિશન બાબુ વસાવાએ તેણીની એક્લાતાનો લાભ લઈ બીજા એક આરોપીની મદદગારીથી ભોગબનનાર સગીરાને પાછળથી પકડી ઉચકીને કોતરની અંદર ગઈ ગયેલો અને જાનથી મારી નાંખવાની ધમકી આપેલી હતી. ભોગબનનાર એકલી અને નિસહાય હોવાથી મદદ માટે બુમો પાડવા જતાં તેણીનું મોં દબાવી દઈ મહુડીના ઝાડ નીચે બળજબરી કરી બળાત્કાર કરી આરોપી નાસી છુટયો હતો.
અચાનક બનેલા બનાવથી ભોગબનનાર ડઘાઈ ગયેલી અને ગભરાયેલી, રડતી બુમો પાડતી ઘર તરફ આવેલી અને સમગ્ર બનાવની વાત માતા-પિતાને કરેલી જેથી ગામના માણસો કોતર તરફ દોડી ગયેલા પરંતુ આરોપીઓ મળેલા નહી. બનાવ સમયે ભોગબનનારે આરોપીઓની ઓળખ આપેલી હતી અને આરોપી કિશોર-કિશન વાસાવાના હાથમાં પોતાના “કે” નામનું ટેટુ પાડી દિલ પડાવેલ હતું જે ના આધારે આરોપીની ઓળખ અને વિગત પોલીસે ધરપકડ કરતાં ઓળખ પરેડ દરમ્યાન ભોગબનનાર દીકરી સગીરાએ આરોપીઓને ઓળબખી બતાવેલા હતાં.
જેની ફરીયાદ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં થયેલી અને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સગીરાને જાનથી મારી નાખંવાની ધમકીઓ આપી કુદરતી હાજતે ગયેલી તે સમયે એકલાતાનો લાભ લઈ મોં દબાવી જબરજસ્તીથી ગરીબ ઘરની માસુમ દીકરી ઉપર બરેહેમી પૂવેક બળાત્કાર અને જાતીય શોષણ કરેલું હતુ અને આરોપીઓએ અભણ કુટુંબની ગરીબ નાની બાળકી ઉપર બળાત્કાર અને મરજી વિરૂધ્ધ શરીર સુખમાણવા અત્યાચાર કરી લઈ જઈ ગુનો કરેલો જેની ફરીયાદ ભોગ બનનારની માતાએ નોંધાવતાં ગુનો નોંધાયેલો હતો.
આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ થયા બાદ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જેશીટ દાખલ થતાં ફરીયાદ પક્ષનો કેસ ભરૂચના એડીશનલ એન્ટ ડી. સે. જડજ એસ.વી. વ્યાસની કોટૅ સમક્ષ ચાલી જતાં આરોપીઓ વિરૂધ્ધનો બળાત્કાર, જાનથી મારી નાંખવાની ધમકી આપી બાળકોના જાતીય અત્યારચાર અને શોષણનો ગુનો સાબિત થતા ફરીયાદ પક્ષ તરફે સરકારી વકીલ પરેશ બી. પંડયાની દલીલો અને ચુકાદાઓને વંચાણમાં લેતા તા.૦૭.૦૮.૧૯ ના રોજ આ ગુનાના કેસના આરોપી કિશનભાઈ ઉર્ફે. કિશન બાબુ વસાવાને તમામ ગુનામાં કસુરવાર ઠેરવી ૧૦ વર્ષના કારાવાસની સખત સજાનો તેમજ અને રૂપિયા ૩ લાખ વળતર તરીકે ભોગબનનારને ચુકવવાનો હુકમ કરેલો છે.