ભરૂચ: હાંસોટના સાહોલ ખાતે જિલ્લા પ્રસાશન દ્વારા મહેસૂલી પરિવારના કર્મયોગીઓ માટે યોજાઇ ચિંતન શિબિર

New Update
ભરૂચ: હાંસોટના સાહોલ ખાતે જિલ્લા પ્રસાશન દ્વારા મહેસૂલી પરિવારના કર્મયોગીઓ માટે યોજાઇ ચિંતન શિબિર

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ જિલ્લાના

મહેસુલી પરિવારના સૌ કર્મયોગીઓને જિલ્લા પ્રસાશન પાસેથી લોકોની પ્રજાકીય આકાંક્ષાઓ–અપેક્ષાઓ ઉપરાંત લોક રજૂઆતોનો પૂરતી સંવેદના સાથે યોગ્ય, વાજબી, ઝડપી અને હકારાત્મક

ઉકેલ દ્વારા અરજદારોને ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ ખૂબ જ સરળતાપૂર્વક ઝડપથી મળી રહે

અને તે દ્વારા પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ થાય તેવી કાર્યપ્રણાલી

વિકસાવવાની સાથો સાથ કર્મયોગીઓને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ વધુ અસરકારક અને

પરિણામલક્ષી બની રહે તે જોવાની હ્રદયસ્પર્શી અપીલ કરી છે.

publive-image
publive-image
publive-image
publive-image

જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા આજે ભરૂચ જિલ્લાના

હાંસોટ તાલુકાના સાહોલ ખાતે ભરૂચ જિલ્લાના તમામ મહેસૂલી પરિવારના અધિકારીઓ /

કર્મચારીઓ સહિત સૌ કર્મયોગીઓ માટે યોજાયેલી એક દિવસીય ચિંતન શિબિરને દિપ પ્રાગટ્ય

દ્વારા ખુલ્લી મુકતાં બોલી રહ્યાં હતાં. આ વેળાએ  પ્રાંત

અધિકારી આર.કે.ભગોરા, નાયબ ચૂંટણી અધિકારી ચૌહાણ, નાયબ કલેક્ટર પ્રણવ વિઠાણી, હાંસોટના મામલતદાર સાવલીયા, વાગરાના મામલતદાર મિતેશ વસાવા, રાયકા મેડમ પણ આ દિપ પ્રાગટ્ય વિધિમાં જોડાયાં હતાં.

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત

મહેસુલ પરિવારના સૌ કર્મયોગીઓને નૂતન વર્ષના અભિનંદનની સાથે શુભકામનાઓ પાઠવતાં

જણાવ્યું હતું કે, અસરકારક અને

કાર્યદક્ષ વહીવટ માટે અધિકારીઓ નેતૃત્વના ગુણો કેળવે તે ખુબ જ જરૂરી છે. કાર્યદક્ષ

નેતૃત્વ દ્વારા જ લોકોમાં સુશાસનની પ્રતિતિ કરાવી શકાશે.

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ચિંતન શિબિરનો હેતુ સ્પષ્ટ

કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા

તાજેતરમાં શરૂ કરાયેલા નવા નવા પાર્ટલો તેમજ નવી નવી ઓનલાઇન સિસ્ટમની પૂરતી સમજ

અને જાણકારી સાથે કર્મયોગીઓને મોટીવેશનલ પ્રેરણા મળી રહે તે માટે સરકારની

સંવેદનશીલતા, પ્રામાણિકતા, પારદર્શકતા, પ્રોગ્રેસીવ વગેરે જેવા આધારસ્થંભની સમજ પૂરી પાડવામાં આવી છે. તદ્ઉપરાંત

અરજદારોને જે કાંઇ સેવાઓ મળે છે તે સેવાઓ સરળતાપૂર્વક ઝડપથી કઇ રીતે મળી શકે તેવો

આજની ચિંતન શિબિરનો હેતુ રહેલો છે અને તેના ઉપર સમગ્ર દિવસ દરમિયાન ગહન ચિંતન

કરાશે.         

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ મહેસૂલ વિભાગ પાસે રહેલી

પ્રજાની અને સરકારની વિશેષ અપેક્ષાઓ ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક, પ્રામાણિકપણે પારદર્શી રીતે નિયત સમયાવધિમાં પરિપૂર્ણ

થાય તે માટે પ્રત્યેક કર્મયોગીને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓની કાળજીપૂર્વકની

અદાયગી સાથે પ્રજાજનોને સંતોષ થાય તેવા નિર્ષ્ઠાપૂર્વકના પ્રયાસો માટે કટિબધ્ધ થવા

તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વહિવટીતંત્રમાં મહેસૂલ વિભાગ સરકારનું સીધું

પ્રતિનિધિત્વ કરતું હોય છે, ત્યારે જિલ્લાના

પ્રસાશનમાં મહેસૂલી કર્મયોગીઓની ફરજો અને  જવાબદારીઓ પણ વિશેષરૂપે

રહેતી હોય છે. આજના ટેકનોલોજીના યુગમાં સમય બદલાવવાની સાથે નીત નવી ટેકનોલોજી પણ

આવિષ્કાર પામી રહી હોઇ અને કામની કાર્યપધ્ધતિ પણ બદલાવાને લીધે તેમજ પ્રજાકીય

લોકજાગૃત્તિ વધવાને લીધે જિલ્લા વહિવટીતંત્ર પાસે લોકોની અપેક્ષાઓ-આકાંક્ષાઓ પણ

વધી છે. તેમણે ઉમેર્યું હતું કે, મહેસુલ વિભાગને અદ્યતન ટેકનોલોજી સાથે

સુસજ્જ કરવામાં આવેલ છે ત્યારે ટેકનોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા લોકોના કામો

સરળતાથી થાય તે માટે પ્રત્યેક અરજદારને પ્રશાસનની કામગીરીથી સંતુષ્ટ થાય તેવો

અભિગમ કેળવવાની ખાસ હિમાયત કરી હતી. તેમણે સરકારની વિવિધ યોજનાઓના ઝડપી અમલિકરણ

માટે મહેસુલી કર્મયોગીઓએ સમયબધ્ધ આયોજન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.  

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ઉમેર્યું હતું કે, આપણને સૌને સરકારી નોકરી મળી છે તે એક આશિર્વાદરૂપ છે

અને સરકારી ફરજો અને કામગીરીની સાથો સાથ લોકોની સેવા કરવાનો એક અમૂલ્ય અવસર

પ્રાપ્ત થયો છે, ત્યારે આ અવસરને

આપણી ફરજો અને પ્રજાકલ્યાણલક્ષી કામો થકી સમાજના છેવાડાના માનવીને સરકારી કચેરીઓના

ધક્કા ન ખાવા પડે તે માટે મહેસુલી અધિકારીઓ-કર્મચારીઓ માનવીય સંવેદનાઓ સાથે દરિદ્ર

નારાયણોની વધુને વધુ સેવા થાય તે દિશામાં સૌને સંકલ્પબધ્ધ થવા તેમણે ખાસ અનુરોધ

કર્યો હતો. તેમણે સામાન્ય દફ્તર તપાસણી અને એપેન્ડીક્ષ-એ અંગે પણ વિસ્તૃત છણાવટ

સાથે કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ આજની આ ચિંતન શિબિર

પારદર્શી, સંવેદનશીલ અને

નિર્ણાયક વહીવટ આપવાની દિશામાં સૌ માટે પ્રેરણાદાયી બની રહેશે તેવી આશા વ્યક્ત કરી

હતી.

આ પ્રસંગે નાયબ કલેક્ટર પ્રણવ વિઠાણીએ સ્વાગત

પ્રવચનમાં સૌને આવકારી મહેસુલી કર્મયોગીઓ માટેની આ ચિંતન શિબિર મહેસુલી કામગીરીમાં

વધુ કાર્યદક્ષતા સાથે જ્ઞાનમાં વધારો કરશે તેવી અપેક્ષા સેવી હતી.

ચિંતન શિબિરમાં પાવર પ્રેઝન્ટેશનના માધ્યમથી

અંકલેશ્વરના પ્રાંત અધિકારી આર.કે.ભગોરાએ સરકારની ફ્લેગશીપ યોજનાઓની માહીતી આપી

હતી. મામલતદાર એસ.એસ.વાઘએ ઈ-ધાર વ્યવસ્થાપન અને રેવન્યુ એકાઉન્ટસ મેન્યુઅલ, નાયબ મામલતદાર પ્રણવ પૂરોહિતે સી.એમ. ડેસ બોર્ડ, વાગરાના મામલતદાર મિતેશ વસાવાએ મહેસુલી અધિકારીઓ

દ્વારા કરવામાં આવતી મેજીસ્ટ્રીયલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. નાયબ

કલેક્ટર પ્રણવ વિઠાણીએ ગામ નં- ૬ અને જમીનના ટાઇટલની ચકાસણી તેમજ જમીન મહેસુલ

કાયદો અને ગણોતધારાની મહત્વની જોગવાઈઓ, જિલ્લા પુરવઠા અધિકારી આઈ.જે.ગામિતે નાગરિક પુરવઠાને લગતી બાબતો અંગે, નાયબ મામલતદાર પ્રણવ પૂરોહિતે i-ORA / RMFS અને IRCMS વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના

માધ્યમથી મહેસૂલી કર્મયોગીઓ માટેની ઓનલાઇન કામગીરી અંગે સમજ આપી હતી. ભરૂચના નાયબ

કલેક્ટર જે.વી.દેસાઈએ પ્રાંત અધિકારીની ફરજો અને જવાબદારીઓની જરૂરી જાણકારી પુરી

પાડી હતી.

આ પ્રસંગે સમગ્ર જિલ્લાના મહેસૂલી પરિવારના સૌ

કર્મયોગીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ચિંતન શિબિરને સફળ બનાવી હતી. અંતમાં

હાંસોટના મામલતદાર નિતિન સાવલીયાએ આભારદર્શન કર્યું હતું.

Latest Stories