ભરૂચ : હાઇવે પર કન્ટેનરમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો

New Update
ભરૂચ : હાઇવે પર કન્ટેનરમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ સરદાર બ્રિજ પાસે એક કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

આસામના ગૌહાટીથી સુરત ઝાડુ બનવવા માટે વપરાતી સામગ્રી લઈને એક કન્ટેનર જઈ રહ્યું હતું. ટ્રક ચાલકના જણાવ્યા અનુસાર ગાડીના એન્જીનમાં કોઈ સૉર્ટ સર્કિટ થવાના કારણે એન્જીનમાંથી આગ ભભૂકી ઉઠી હતી.

ટ્રાફિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ ભરૂચ નગરપાલિકાની ફાયરફાઇટરની ટીમ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની જહેમત કરી રહ્યા હતા. ત્યારબાદ જી.એન.એફ.સી.ની ફાયરફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

Latest Stories