/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-144.jpg)
ભરૂચમાં નર્મદા નદીના પટ પર ગેરકાયદે પાળા બંધી રેતી ખનન કરતા તત્વો ઉપર આખરે મોડેમોડે ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું હતું. શુકલતીર્થ વિસ્તારમાં નદી ના પટ પર ઉભા કરેલા પાળા પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચમાં એક રીસોર્ટ ના સંચાલક દ્વારા નર્મદા નદી ના પટ પર ગેરકાયદે પાળા બાંધવાના મામલે વિવાદ સર્જાયો હતો. તેમજ નદી ના પટ પર પાળા મામલે તંત્ર ની કામગીરી ઉપર સવાલો ઉભા થયા હતા,તે મામલા ની શાહી સુકાઇ નથી ત્યાં તો શુકલતીર્થ નદી કિનારા વિસ્તારમાં રેતી ખનન માટે ત્રણ થી વધુ સ્થળે ગેરકાયદેસર રીતે નદીનું વહેણ રોકવામાં આવ્યા હતા. જે અંગે ના મીડિયા અહેવાલો સામે આવતા જ તંત્ર દોડતું થયું હતું.
શુકલતીર્થ વિસ્તારના નદી કિનારા વિસ્તારમાં ગેરકાયદે પાળા ઉપર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડયા હતા અને નિવેદનો નોંધી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.