ભરૂચના એટીએમ બની ગયાં છે માનસિક અસ્થિર લોકો માટે આશિયાના

New Update
ભરૂચના એટીએમ બની ગયાં છે માનસિક અસ્થિર લોકો માટે આશિયાના

રાજયમાં એટીએમ તોડી ચોરીના બનાવો બની રહયાં હોવાથી પોલીસે દરેક એટીએમ પર સીકયુરીટી ગાર્ડ ફરજિયાત રાખવા સુચના આપી છે. ભરૂચ શહેરમાં કેટલાય એટીએમ પર હજી સીકયુરીટી ગાર્ડની ગેરહાજરી જોવા મળી રહી છે.

આપ તસવીરમાં જોઇ રહયાં છો તે એટીએમ ભરૂચ ના સેવાશ્રમ રોડ પર આવેલા પૃથ્વી કોમ્પલેક્ષમાં બેંક ઓફ બરોડા નું એટીએમ છે. જયાં સીકયુરીટી ગાર્ડ નહી હોવાના કારણે માનસિક અસ્થિર લોકો તેમાં પ્રવેશી જાય છે અને વાતાનુકુલિત એટીએમ તેમના માટે આશીયાનો બની ગયું હોય તેમ લાગી રહયું છે. એટીએમમાં માનસિક અસ્થિર લોકોની હાજરીના કારણે ગ્રાહકો એટીએમમાં પ્રવેશતા પણ ડરી રહયાં છે.

Latest Stories