ભરૂચના કંબોલી ગામની એક સરકારી શાળામાંથી લંગુર પ્રજાતિનો કપીરાજ ગંભીર હાલતમાં મળતા કરાયો રેશ્ક્યુ

New Update
ભરૂચના કંબોલી ગામની એક સરકારી શાળામાંથી લંગુર પ્રજાતિનો કપીરાજ ગંભીર હાલતમાં મળતા કરાયો રેશ્ક્યુ

ભરૂચ જિલ્લાના કંબોલી ગામની એક સરકારી શાળામાંથી એક લંગુર પ્રજાતિનો કપીરાજ ગંભીર હાલતમાં મળી આવતા વન વિભાગે તેને પાંજરે પુરવાની સાથે સારવાર બાદ તેને યોગ્ય જગ્યાએ છોડી મુકવાની કવાયત હાથ ધરી હતી.

ટંકારીયાના પ્રવિણભાઈ સોલંકીએ એક ગંભીર હાલતમાં લંગુર પ્રજાતિના કપીરાજ હોવાનો કોલ વન વિભાગને કર્યો હતો.જેના કારણે આ ઇન્ડિયન લંગુર પ્રજાતિનો કપિરાજ (વાનર) ગંભીર અવસ્થામાં હોય તાત્કાલિક વનવિભાગના આર.એફ.ઓ. મહેન્દ્રસિંહ કઠવાડીયાએે ભરૂચના જિવદયા પ્રેમિ સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ અને કામધેનુ ગૌરક્ષા સમિતિના સભ્યોને કોલ કરી જાણ કરી હતી.

જેથી વનવિભાગના અધિકારીઓ અને જિવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રી ,જયરામ ગલચર ,હિરેન શાહ , જયેશ કનોજીયા તથા મનોજ સોલંકી દ્વારા વનવિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કપિરાજને રેસ્કયુ કરવામા આવ્યો હતો. હાલમાં તેને પ્રાથમિક સારવાર માટે રેવા નર્સરી ખાતે ઓબર્ઝવેશનમાં રાખવામા આવેલ છે.ત્યાં તેની તબિયત સુધારા પર આવ્યા બાદ તેના કુદરતી વાતાવરણમાં છોડવામાં આવશેનું જાણવા મળી રહ્યું છે.

Latest Stories