/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/bnbvn.jpg)
ભરૂચની કોન્વેન્ટ હાઇસ્કુલના આચાર્યા સિસ્ટર સૉનમ્મા વર્ગીસની માનવતા પ્રસારવતી કાર્યપધ્ધતિ થી પ્રેરાઇને ધી યુનાઇટેડ મુસ્લીમ એસોસિયેશન ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર મોહંમદ સફી અને ટ્રસ્ટીમંડળ તરફથી સન્માન કરવામા આવ્યું હતું.
ધો.૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શેખ ઝૅનુલ જે આ વખતે ૮૦% પ્રથમ પ્રયત્ને પાસ થયા. પરંતુ પોતાની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાના કારણે આ વિદ્યાર્થી સાયન્સમાં ન જતાં કોમર્સ લાઇન પસંદ કરતા આ વિધાર્થી ને શાળાના આચાર્ય દ્વારા પૂછપરછ કરી પોતાની આર્થિક સ્થિતિના કારણે ગભરાયા વિના સાયન્સ સ્ટ્રીમમાં જોડવા હાક્લ કરી હતી. આર્થિક રીતે મદદની ખાતરી આપી આ વિદ્યાર્થીને ફી માટે ખૂબ મોટી વાર્ષીક ફી રૂપિયા ૨૦,૦૦૯/-ની માફી આપી હતી.જે ખરેખર આજના યુગમાં ખૂબજ સરાહનીય કાર્ય ગણી શકાય. માનવતાના મૂલ્યોને પ્રસ્થાપિત કરવા માટે કોઇ ધર્મની વાડ આડે આવતી નથી. જેની કદર રૂપે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટે નોંધ લઇ આવા માનવતાવાદી મૂલ્યો અપનાવનારની કદર કરી સંસ્થાના પ્રમુખ કક્ટર મોહંમદ સફી, સક્રેટરી ઇક્બાલ હવાલદાર, સલીમભાઇ લાકડાવાલા, વાહીદખાન, મહમદભાઇ ઘીવાલા દ્વારા તેમનું સન્માન કરવામા આવ્યું હતું.