New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/gfhfgh.jpg)
રાજયમાં ઘણા સમયથી સનદી અધિકારીઓની બદલીની રાહ જોવાતી હતી. શુક્રવારે સરકારે આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપ્યો હતો. જેમાં રાજયના 79 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ભરૂચના કલેકટર રવિકુમાર અરોરાની વિદેશ મંત્રીના સચિવ તરીકે નિમણુંક થયા બાદ તેમની ખાલી પડેલી જગ્યાએ ડીડીઓ ક્ષિપ્રા અગ્રેને કલેકટરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. ભરૂચના નવા કલેકટર તરીકે એમ.ડી.મોડીયાની નિયુકતિ કરવામાં આવી છે. હાલ તેઓ નવસારી કલેકટર તરીકે ફરજ બજાવે છે. ભરૂચના ડીડીઓ ક્ષિપ્રા અગ્રેની પણ બદલી થતાં તેમના સ્થાને મહીસાગર જિલ્લાના ડીડીઓ વી. અરવિંદની વરણી કરવામાં આવી છે. ઝઘડીયાના પ્રાંત અધિકારી નેહાસિંગની તાપી જિલ્લાના ડીડીઓ તરીકે વરણી કરવામાં આવી છે.
Latest Stories