New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/00.jpg)
ચોમાસાની ઋતુના આગમનથી જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને ઠેર ઠેર પ્રાકૃતિક ધોધ વહેવાની શરૂઆત થતા સહેલાણીઓ પ્રકૃત્તિને માણવા ઉમટે છે. એમા પણ જો વાત કરીએ ભરૂચ શહેરની તો પાલિકા અને રેલ્વે ભરૂચ ડિવિઝનની કૃપાથી નગરજનો માટે શહેરના પ્રવેશ દ્વાર સમા કસક ગરનાળા નજીક જ બનાવાયો છે “રેલ નીર ધોધ”. જેની મઝા પરાણે પણ ભરૂચમાં પ્રવેશ કરવા કે બહાર જવા માટે રાહદારી સહિત વાહન ચાલકોએ માણવી અનિવાર્ય બની છે.
ભરૂચ શહેર નો એક માત્ર "રેલ નીર ધોધ" આ ધોધની ખાસિયત એ છે કે,અહીં માત્ર ચોમાસામાં જ પાણી ચોખ્ખું હોય છે. બાકીના દિવસોમાં ધોધ બંદ થંઈ જાય ત્યારે ગટરના પાણીની સજા લોકો ભોગવે છે.જોકે એક ખાસ બાબત એ છે કે આ ધોધ ને જોવા માણવા કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
Latest Stories