ભરૂચનાં જીએનએફસી રોડ પર વાહનની ટક્કરે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

New Update
ભરૂચનાં જીએનએફસી રોડ પર વાહનની ટક્કરે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

ભરૂચનાં જીએનએફસી. રોડ પાસે રાષ્ટ્રીય પક્ષી મોરને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા મોરનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યુ હતુ. picock dead

ભરૂચનાં જીએનએફસી રોડ પાસે રાષ્ટ્રીય પક્ષી મોરને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા મોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેની જાણ જીવદયા પ્રેમીઓને થતા તેઓ દ્વારા મોરને પ્રથમ તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલય ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબ ડો. ઈશ્વર ગેહલોતે મોરને મૃત જાહેર કર્યો હતો.

જોકે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી હોય અને શિડ્યુલ (1) કેટેગરીમાં આવતુ હોવાથી ભરૂચ વન વિભાગનાં અધિકારીઓએ મોરનાં મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories