ભરૂચનાં દેરોલ પાસે EVM મશીન ભરેલો ટેમ્પો પલ્ટી જતા તંત્રની દોડધામ

New Update
ભરૂચનાં દેરોલ પાસે EVM મશીન ભરેલો ટેમ્પો પલ્ટી જતા તંત્રની દોડધામ

ભરૂચ તાલુકાનાં દેરોલ ગામ પાસે EVM મશીન ભરેલો ટેમ્પાને ટ્રકે ટક્કર મારતા ટેમ્પો નાળામાં પલ્ટી મારી ગયો હતો, અને EVM મશીનો પણ વેરવિખેર થઇ ગયા હતા, જ્યારે ટેમ્પામાં સવાર 4 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

publive-image

ભરૂચ જિલ્લાનાં મામલતદાર કચેરી ખાતેથી EVM મશીનો ભરૂચ કલેકટર કચેરી ખાતે લાવવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન દેરોલ ગામ પાસે એક ટ્રક ચાલકે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો નાળામાં પલ્ટી મારી ગયો હતો, જેના કારણે ટેમ્પામાં ભરેલ EVM મશીનો વેરવિખેર થઈને વિખરાય ગયા હતા.

publive-image

સર્જાયેલા અકસ્માતમાં વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, અને ટેમ્પામાં સવાર 4 થી વધુ વ્યકતિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે.

Latest Stories