New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/5c781ee4-4c26-4be7-a803-335dc5147519.jpg)
ભરૂચ શહેરનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 69માં ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.
પ્રજાસત્તાક દિન પ્રસંગે ધ્વજવંદન બાદ કલેકટર સંદિપ સાંગલેએ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ, જ્યારે વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજુ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાનાં ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories