ભરૂચની અયોધ્યાનગરી વિસ્તારમાં ગાય ખાડામાં પડતા દોડધામ

New Update
ભરૂચની અયોધ્યાનગરી વિસ્તારમાં ગાય ખાડામાં પડતા દોડધામ

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી અયોધ્યાનગરી સોસાયટી પાસે ખાડામાં ગાય પડી જતાં દોડધામ મચી હતી. સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ દોડી આવી ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.

ચોમાસામાં પશુપાલકો તેમના પશુઓને રખડતા મુકી દેતાં હોય છે. રખડતા પશુઓના કારણે શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહયાં છે. રખડતા પશુઓ પણ અકસ્માતનો ભોગ બનતાં હોય છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી અયોધ્યાનગરી પાસેના ખાડામાં ગાય પડી જતાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં સેવાભાવી સંસ્થાના કાર્યકરો દોડી આવ્યાં હતાં અને જેસીબીની મદદથી ગાયને ખાડામાંથી બહાર કાઢી હતી. ગાયને બહાર કાઢી તેનો જીવ બચાવી લેવાયો હતો.

Latest Stories