ભરૂચની ખાનગી સ્કૂલમાં બાળકી સાથે શારિરીક અડપલા કરનાર શિક્ષકની ધરપકડ કરતી પોલીસ

New Update
ભરૂચની ખાનગી સ્કૂલમાં બાળકી સાથે શારિરીક અડપલા કરનાર શિક્ષકની ધરપકડ કરતી પોલીસ

ભરૂચની એક ખાનગી સ્કૂલમાં વાસના લોલુપ શિક્ષકે માસુમ બાળકી સાથે શારિરીક અડપલાની ઘટનાએ શિક્ષણ આલમને શરમમાં મૂકી દીધી છે. જોકે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

ભરૂચની એક જાણીતી ખાનગી શાળામાં તારીખ 12મી ડિસેમ્બરે શાળાનાં સ્પોર્ટસ ટીચર પૃથ્વીસિંહ આંબલીયાનીએ ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય માસુમ બાળકી સાથે શારિરીક અડપલા કર્યા હતા.

જે ઘટના પ્રકાશમાં આવતા આ અંગે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, અને પોલીસે લંપટ શિક્ષક પૃથ્વીસિંહ આંબલીયાની ધરપકડ કરી હતી, અને વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories