New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/01-3.jpg)
ભરૂચ જિલ્લાના ગરબા મેદાનોમાં વિધર્મી બાઉન્સરો ન રાખવા માટે હીંદુ સંગઠનોએ રજૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદ અને આંતર રાષ્ટ્રીય બજરંગ દળે કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર 29મી તારીખથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહયો છે. જે પણ કોઈ આયોજકો નવરાત્રીનું આયોજન કરે છે. તેઓ દ્વારા બાઉન્સરો રાખવામાં આવે છે જે બાઉન્સરો વિધર્મીઓ હોવાનું ધ્યાને આવ્યું છે. આવા બાઉન્સરોના કારણે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકો આવા બાઉન્સરો ન રાખે તેવી માંગ કરવામાં આવે છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/09/WhatsApp-Image-2019-09-24-at-12.05.17-PM.jpeg)
જેથી દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમની હદમાં આવતાં ગરબા આયોજકોને વિધર્મી બાઉન્સરો ન રાખવા તથા ગરબા મેદાનોમાં વિધર્મીઓને પ્રવેશ ન આપવા આદેશ કરે તેવી માંગણી કરવામાં આવી છે.
Latest Stories