/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/maxresdefault-66.jpg)
ભરૂચના કુકરવાડા ખાતે પુત્રના ઝઘડામાં મધ્યસ્થી બનેલા પિતાને જ દીકરાએ કાતરના ઘા માર્યા હતા,અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાને ધનિષ્ટ સારવાર મળે તે અગાઉ કરુણ મોત નિપજ્યુ હતુ.
ભરૂચના કુકરવાડા ખાતે રહેતો મુકેશ જયંતિભાઈ મિસ્ત્રીનો તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો,જે તકરાર અંગે તેના પિતા જયંતિ મિસ્ત્રીએ તેને ઠપકો આપતા ઉશ્કેરાયેલા મુકેશ ઘર માંથી કાતર લઇ આવ્યો હતો,અને તેના પિતા તેમજ ભાઈને કાતરના ઘા મારતા જયંતિભાઈ મિસ્ત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત જયંતિ મિસ્ત્રીને પ્રથમ સારવાર અર્થે ભરૂચ સિવિલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા,ત્યારે માર્ગ માં જ તેઓએ દમ તોડયો હતો.ઘટના બાદ પિતાને કાતરના ઘા મારનાર પુત્ર મુકેશ મિસ્ત્રી ફરાર થઇ ગયો હતો.
બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ફરિયાદ દર્જ કરીને ફરાર પિતાના હત્યારા પુત્ર મુકેશને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.