ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટમાં દોડ લગાવતા વિદ્યાર્થીઓ

ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટમાં દોડ લગાવતા વિદ્યાર્થીઓ
New Update

ભરૂચ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા વિવિધ શાળાઓનાં સહયોગ થી મતદાર જાગૃતિ અર્થે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

publive-image

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને મતદારોમાં મતાધિકાર અંગેની જાગૃતિ લાવવા માટે ભરૂચ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં નાયબ ચૂંટણી અધિકારી ડી.એમ.ચૌહાણે દોડને પ્રસ્થાન કરાવ્યુ હતુ.

આ પ્રસંગે નાયબ કલેકટર યાસ્મિન શેખ, જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, આચાર્ય દિવ્યેશ પરમાર, વ્યાયામ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

publive-image

કલેકટર કચેરી ખાતે થી દોડની શરૂઆત થઇ હતી અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રન ફોર વોટનું સમાપન થયું હતુ.વિદ્યાર્થીઓ એ દોડ દરમિયાન મતદાન જાગૃતિ અર્થે વિવિધ બેનરો સાથે લોકજાગૃતિનાં પ્રયાસો કર્યા હતા.

રન ફોર વોટમાં ભરૂચની એમીટી હાઈસ્કૂલ, શ્રવણ વિદ્યાલય, શાંતિ વિદ્યાલય, ઉન્નતિ વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

publive-image

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article