/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/7-5.jpg)
ભરૂચમાં બપોર બાદ સંધ્યાકાળના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા પૂરઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસતા ભરૂચમાં મેહુલિયે તોફાની બેટિંગ કરતા વીજ થાંભલાઓમાં પણ ધડાકા થતાં અંધારપટ છવાયો હતો.
ભરૂચ શહેર જિલ્લામાં બપોર બાદ વાદળોની ફોજ આવી પહોંચતા પૂરઝડપે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતાં વાહન ચાલકોએ પણ વરસાદથી બચવા માટે સુરક્ષિત જગ્યા શોધવા મજબૂર થયા હતા. ત્યારે ભરૂચ શહેરના જ ઝાડેશ્વર તુલસીધામ શાકભાજી બજારમાં પણ પથારાવાળાઓમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઝાડેશ્વરના તુલસીધામ શાકભાજી બજારમાં સ્ટ્રીટલાઇટના વીજવાયરોમાં ભળકો થતાં લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો જોકે સ્ટ્રીટલાઇટમાં ભળકો થતાં વીજપુરવઠો પણ બંધ થઈ ગયો હતો સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચ શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની દ્રશ્યો સર્જાયા હતા.
સતત દોઢ કલાકથી એકધારો વરસાદ વરસતા ભરૂચ શહેરના રોડ ઉપર પાણી પણ ભરાયા હતા. જોકે અચાનક પુર ઝડપે ફુંકાયેલા વરસાદ સાથે મુશળધાર વરસાદ વરસતા ભરૂચ શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા નવરાત્રી આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.