ભરૂચ:માર્ગ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ જનજાગૃતિ અર્થે ઉજવાયો “વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ”

New Update
ભરૂચ:માર્ગ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ જનજાગૃતિ અર્થે ઉજવાયો “વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ”

સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને

શ્રદ્વાંજલી આપવા અને માર્ગ અકસ્માતો માટે જનજાગૃતિ ફેલાવવા માટે વિશ્વમાં નવેમ્બર

મહિનાનો ત્રીજો રવિવાર “WORLD DAY OF REMEMBRANCE” તરીકે ઉજવાય છે.

publive-image

જે અનુસંધાને ભરૂચ ખાતે પણ પોલીસ દ્વારા  માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી

આપવા અને તે માધ્યમથી માર્ગ સલામતિમાં જાગૃત્તિ ફેલાવવા સંદર્ભે ભરૂચ માં

પોલીસકર્મીઓ દ્વારા વાહન ચાલકોને ગુલાબ અર્પણ કરી ટ્રાફિક નીયમોની જાણકારી આપવા

સાથે “વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ”ની ઉજવણી

કરવામાં આવી હતી.

publive-image

આમ તો “વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ”ની ઉજવણી ૧૭ નવેમ્બરે થાય છે, પરંતુ આ દિવસની

ગભીરતા અને આ દિવસને આધારે વ્યાપક જન-જાગૃત્તિ થાય તે હેતુથી આ કાર્યક્રમ બે દિવસ

એટલે કે તારીખ ૧૭મી નવેમ્બર અને  તા. ૧૮/૧૧/ર૦૧૯ ના રોજ ઉજવવા પોલીસ

અધિક્ષકે હૂકમ પણ કર્યો છે.

Latest Stories