ભરૂચ:રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ સહિત વિવિધ સંગઠનો દ્વારા યોજાયા ધરણાં

New Update
ભરૂચ:રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ સહિત વિવિધ સંગઠનો દ્વારા યોજાયા ધરણાં

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના સાનિધ્યમાં રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ તેમજ વિવિધ સંગઠનો દ્વારા સંવિધાન-સંસદીય પ્રણાલી સુરક્ષિત રાખવા,મોબ લીચીંગ તથા દલીત-આદિવાસીઓ અને ધાર્મીક અલ્પસંખ્યકો સાથે સામુહિક ધાર્મિક હુમલાઓના વિરોધમાં ધરણાં યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે આગેવાન બહેચર રાઠોડે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિના નેજા હેઠળ બામસેફ, ઇન્સાફ, સંત શિરોમણી રૈદાસ યુગાવતાર,રાષ્ટ્રીય સેવા સંઘ, બી.એમ.જી, ઇકરા શૈક્ષણિક સંકુલ, ધી યુનાઇટેડ મુસ્લીમ એસોસિયેશન તથા બી.ટી.એસ.સહિતના વિવિધ સંગઠનો દ્વારા ઘરણા યોજવામાં આવ્યા છે.

ભારત દેશની અંદર તાજેતરમાં જે ઘટનાઓ ધટી રહી છે.જેમકે સંવિધાનમાં આર્ટીકલ ૩૭૦ અને ૩૫-એ રદ્દ કરવો, ૬૦૦ વર્ષ જૂનું સિકંદરલુધીના સમયે બનેલું સંત શિરોમણી રૈદાસજીનું દિલ્હી સ્થીત મંદિર તોડી પાડવું, આદિવાસીઓ સાથે વિવિધ રાજ્યો અને વિસ્તારોમાં અન્યાય-અત્યાચારના વધી રહેલા બનાવો, ગૌરક્ષાના નામ ઉપર, મોબ લીચીંગના નામ ઉપર ધાર્મિક હૂમલાઓ કરી દેશના દલિતો મુસ્લીમોની ઉપર અત્યાચાર કરી અન્યાય કરવો અને તેમને મારવા કે હત્યા કરવી. તેમજ આ દેશમાં હાલમાં જે એન.આર.સીના નામ ઉપર અવાજ ઉઠી રહ્યો છે તેમાં માલીકોને અધિકારોથી વંચિત રાખવાનું જે કૃત્ય થઈ રહ્યું છે સહિતના મુદાઓ સામે ધરણા યોજવામાં આવી રહયાં છે.

Latest Stories