/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/gfhg.jpg)
ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર શીતલ ટર્નિંગ નજીક પાર્ક બાઇકોમાં અચાનક આગ લાગવાની ઘટનાથી એક સમયે આસપાસ પસાર થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે ફાયરને ઘટનાની જાણ કરાતા ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/vlcsnap-6615-12-13-12h13m07s775.jpg)
ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ભરૂચ જુના નેશનલ હાઇવે સ્થીત શીતલ સર્કલ ટર્નીંગ ઉપર આવેલ એક પાર્કીંગમાં નોકરી ઉપર અપડાઉન કરતા બાઇક ચાલકો પોતાની બાઇકો મુકતા હતા. દરમિયાન ગત મધરાતે આશરે ૩ થી ૪ વાગ્યાના સમય દરમિયાન અચાનક પાર્ક કરાયેલ પાંચ જેટલી બાઇકોમાં આગ ભભૂકી ઉઠી હતી. અચાનક લાગેલ આગના પગલે આસપાસથી પસાર થતા લોકોના જીવ એક સમયે તાળવે ચોંટયા હતા.જોકે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યો હતો.જે બાદ મોડેથી આગ ઉપર કાબુ મેળવતા સૌએ હાશ્કારો અનુભવ્યો હતો.
ભરૂચ :
— ConnectGujarat (@ConnectGujarat) October 16, 2019
જુના નેશનલ હાઇવે ઉપર શીતલ ટર્નિંગ નજીક પાર્ક મોટર સાઈકલોમાં આગ લાગી#ConnectGujarat#BeyondJustNewspic.twitter.com/yOXfeWQT6T
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેતા ત્યાં વાહન પાર્ક કરતા વાહન ધારકોમાં પણ ચિંતા ફેલાવા પામી છે.