New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/xcvcv.jpg)
ભરૂચની શ્રીમતી મણીબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવનની ઇન્ટરેકટ કલબ દ્વારા ભાઇ અને બહેનના નિસ્વાર્થ પ્રેમના પર્વ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
રોટરી કલબ ઓફ નર્મદા નગરીના સહયોગથી કલબના સભ્યોએ ભરૂચની કલરવ શાળાની મુલાકાત લીધી હતી. શાળામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકો સાથે તેમણે વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. કલબની વિદ્યાર્થીનીઓએ કલરવ શાળાના બાળકોના હાથે રાખડી બાંધી તેમને રક્ષાબંધનના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. દિવ્યાંગ બાળકોએ પણ ઇન્ટરેકટ કલબના સભ્યો સાથે પર્વની ઉજવણીનો આનંદ ઉઠાવ્યો હતો.
Latest Stories