New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/Untitled-1-copy-2.jpg)
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર સર્જાય છે, ત્યારે બંને પક્ષનાં ધારાસભ્યોનાં વાહનો વચ્ચે સામાન્ય અકસ્માત થી માહોલ ગરમ બની ગયો હતો.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની શાખ દાવ પર લાગી છે, અને ધારાસભ્યોનાં ક્રોસ વોટિંગની ઘટનાએ પણ રાજ્યકીય સમીકરણો બદલાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. અને આ ગરમા ગરમી વચ્ચે વધુ એક ઘટનાએ બંને રાજકીય પક્ષોમાં ઉત્તેજનાનો માહોલ સર્જી દીધો હતો.
બન્યું કઈંક એવું હતુ કે ભાજપના ધારાસભ્ય વસુબહેન ત્રિવેદીની કાર અને કોંગ્રેસનાં ધારાસભ્યોની બસ વચ્ચે ટક્કર સર્જાય હતી, જેના કારણે કોંગ્રેસ અને ભાજપનાં ધારાસભ્યો વચ્ચે બોલાચાલી થઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
Latest Stories