ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયુ

ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયુ
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગેનું ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યુ હતુ,પ્રથમ

તબક્કાનું મતદાન 9 ડિસેમ્બરનાં રોજ થવાનું છે, ત્યારે તેના એક દિવસ પહેલા શુક્રવારે બપોરે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ સંકલ્પ પત્ર જાહેર કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતુ કે ચૂંટણી પંચનાં bનિયમો અનુસાર સ્થાનિક નેતાઓની તસવીરો નથી લગાવવામાં આવી, કાલે ગુજરાતના નેતાઓની તસવીર સાથે જાહેર કરાશે.

ભાજપે સંકલ્પ પત્ર 1000 કરોડ રૂપિયાની સ્વાવલંબી યોજના, ન્યૂ ઈન્ડિયાનાં આધાર પર ન્યૂ ગુજરાત બનાવવા , રાજ્યમાં કૃષિ વિકાસ માટે સિંચાઈ નીતિ લાગૂ કરવામાં અંગે જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત કૌશલ વિકાસ દ્વારા સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાનું જણાવવામાં આવ્યું છે.

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, મહિલાઓને ઉચ્ચ શિક્ષણ, સ્વાસ્થયના ક્ષેત્રમાં મદદ સહિત

રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણ પર કામ કરવા અંગે સંકલ્પ પત્રમાં ભાજપે જણાવ્યું છે.આ સાથે વિવિધ યોજનાઓ અંગે પણ ભાર મુકવામાં આવ્યો છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article