બનાસકાંઠા ઉપરાંત પાટણ,મહેસાણા,સાબરકાંઠા જિલ્લો તીડોના આક્રમણથી પ્રભાવિત થયાં છે.તીડોએ કેટલાંય હેક્ટર જમીનમાં એરંડા,જીરૂ,કપાસ,ઘઉં,રાયડાના પાકને નુકશાન પહોંચાડયું છે જેથી ખેડૂતોની હાલત દયનીય બની છે. આ પરિસ્થિતીમાં ખેડૂતોની સહાનુભૂતિ મેળવવાના બહાને ભાજપ-કોંગ્રેસમાં રાજકારણ શરૂ થયું છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ
જીતુ વાઘાણીએ તીડ પ્રભાવિત થરાદ તાલુકાના તખુવા,ભરડાસર અને રાણેશરી
ગામની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, ખેતરમાં જઇને તીડ
ભગાડવા થાળી વગાડીને ખેડૂતોના સાથી હોવાનો પુરાવો આપ્યો હતો. જો કે વાઘાણીનો આ
રાજકીય ડ્રામા ચર્ચાનો વિષય બન્યો છે કે, જંતુનાશક દવા થકી
તીડોનો નાશ કરવાના હોય ત્યાં રાજકારણીઓની થાળી વગાડવાથી ખેડૂતોને શો ફાયદો થવાનો
છે.
આ ઉપરાંત ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલે પણ ખેતરમાં
જઇને તેલનો ડબ્બો ખખડાવીને ફોટા પડાવ્યા હતાં.