ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાંચ દિવસ ગુજરાત પ્રવાસે

New Update
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહપરિવાર પહોંચ્યા સોમનાથ 

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાંચ દિવસ સુધી ગુજરાતમાં ચૂંટણીલક્ષી ભ્રમણ કરશે. રાજ્યનાં વિવિધ વિસ્તારમાં ચૂંટણી સંબંધી પ્રવાસ કરશે.

આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતનાં કુલ 36 શહેરોની મુલાકાત લેશે. તેઓ 4 થી તારીખે કચ્છ, ગાંધીધામ, મોરબી અને, ભાવનગર તેમજ અમદાવાદ ખાતે સભાને સંબોધન કરશે. 5મી તારીખે પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીની મુલાકાત લેશે. નવસારી, ગોધરા, હિંમતનગરમાં સભા યોજાશે.

7મી તારીખે પૂરો દિવસ રાજકોટ અને સુરતમાં સભા ગજવશે 8મીએ જુનાગઢ, ખેડા, ગીર સોમનાથની મુલાકાત લેવાના છે. ભરૂચ, નડિયાદ ખાતે અલગ-અલગ બેઠક પર સભા કરશે. તો 9મી નવેમ્બરે સુરત, જામનગર, વડોદરા અને દેવભૂમી દ્વારકાની બેઠકો પર અમિત શાહ સભા સંબોધન કરશે.

Latest Stories