ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર

New Update
ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખને ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ ત્રીજી યાદીમાં ભાજપે 28 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે.

ભાજપે ત્રણ યાદીમાં કુલ 134 ઉમેદવારો જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લાની ભરૂચ અને જંબુસર વિધાનસભાની બેઠક પર બે યાદી દરમિયાન રહસ્ય સર્જાયુ હતુ, જોકે ત્રીજી યાદીમાં ભાજપે આ બંને બેઠક પર રિપીટ થિયરી અપનાવી છે.

ભરૂચ વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જંબુસર વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય છત્રસિંહ મોરીને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.

Latest Stories