/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/bjp-parliamentary-board-meeting_7279745c-b298-11e7-ab59-1b1e25230a21.jpg)
ભાજપે લોકસભા ગુજરાતની ચૂંટણી માટે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી રહી ચૂકેલા સ્વ.અનિલભાઈ પટેલના ધર્મપત્ની શારદાબહેન પટેલને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે સુરતમાં સાંસદ દર્શનાબહેન જરદોશને રિપિટ કર્યા છે.
ભાજપે સ્થાનિક પાટીદાર સમાજના સમીકરણોને ધ્યાને રાખીને શારદાબહેન પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. બે ટર્મથી અહીં જયશ્રીબહેન પટેલ સાંસદ તરીકે ચૂંટાતા હતા, પરંતુ આ વખતે તેમને રિપિટ કરવામાં આવ્યા નથી. શારદાબેન પટેલ નાનાબાર કડવા પાટીદાર સમાજમાંથી આવે છે.
હવે ભાજપે માત્ર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. આજની જાહેરાત સાથે ભાજપે 25 ઉમેદવાર જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે હજી ગુજરાતની નવ લોકસભા બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.