ભારત 8230 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વનો છઠ્ઠો સૌથી ધનવાન દેશ

New Update
ભારત 8230 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વનો છઠ્ઠો સૌથી ધનવાન દેશ

ભારત 8230 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વનો છઠ્ઠા નંબરનો સૌથી ધનવાન દેશ બન્યો છે. આ યાદીમાં 64548 અબજ ડોલર સાથે અમેરિકા હજુયે પહેલા ક્રમે છે, જ્યારે ચીન અને જાપાન અનુક્રમે 24803 અબજ ડોલર સાથે બીજા નંબરે છે. આ બંને દેશોની સરખામણીમાં ભારતની સંપત્તિ ઘણી ઓછી છે. એટલું જ નહીં, ભારતમાં સંપત્તિનું વિતરણ પણ અસમાન છે. એટલે કે, ભારતમાં મોટા ભાગની સંપત્તિનું કેન્દ્રિકરણ અમુક જ ધનવાનોના હાથમાં થયેલુ છે.

ન્યૂ વર્લ્ડ વેલ્થ નામનો આ અહેવાલ વિવિધ દેશના મિલિયોનેર્સ અને બિલિયોનેર્સ નાગરિકોની વ્યક્તિગત સંપત્તિનો અંદાજ કાઢીને તૈયાર કરાય છે. નિષ્ણાંતોએ સંપત્તિ ગણવા માટે મિલકતો, રોકડ, ઇક્વિટી અને અન્ય વેપાર-ધંધાની આવક ગણતરીમાં લીધી છે, પરંતુ જવાબદારીઓને બાદ રાખી છે.

આ યાદીમાં યુનાઇટેડ કિંગ્ડમ 9910 અબજ ડોલર, જર્મની 9660 અબજ ડોલર, ફ્રાંસ 6649 અબજ ડોલર, કેનેડા 6393 અબજ ડોલર, ઓસ્ટ્રેલિયા 6142 અબજ ડોલર અને ઇટાલી 4276 અબજ ડોલર સાથે ચાર થી દસમમાં ક્રમે છે.

Latest Stories