ભારત આગામી સપ્તાહે 104 ઉપગ્રહ લોન્ચ કરીને નવો રેકોર્ડ સ્થાપશે

New Update
ભારત આગામી સપ્તાહે 104 ઉપગ્રહ લોન્ચ કરીને નવો રેકોર્ડ સ્થાપશે

ભારત દ્વારા આગામી સપ્તાહે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી 15 ફેબ્રુઆરીના રોજ 104 ઉપગ્રહોનું લોન્ચિંગ કરીને અવકાશ ક્ષેત્રે નવો રેકોર્ડ સ્થાપિત કરશે.

ઈસરોના જણાવ્યા અનુસાર આ ઉપગ્રહોને પૃથ્વી થી 500 કિમી દૂર સૌર-સિંક્રનસ ભ્રમણકક્ષામાં મુકવામાં આવશે. જે પૃથ્વીનું નિરીક્ષણ કરશે.

આ ઉપગ્રહોમાં 3 ભારતના, 88 અમેરિકાના તેમજ અન્ય ઇઝરાયેલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુનાઇટેડ આરબ અમીરાતના હશે.

કુલ 1500 કિલોના વજન સાથે આ તમામ ઉપગ્રહોને PSLV-C37 દ્વારા અવકાશમાં પ્રસ્થાપિત કરવામા આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભારતે એક સાથે 20 ઉપગ્રહોને 22 જૂન 2016 નારોજ લોન્ચ કર્યા હતા અને જો ભારત દ્વારા આ 104 સેટેલાઈટને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવશે તો તે અવકાશ ક્ષેત્રે પોતાનો એક નવો કીર્તિમાન સ્થાપિત કરશે.

Latest Stories