ભારત-ઈઝરાયેલના વડાપ્રધાન ગુજરાતનાં બનશે ,મહેમાન 

New Update
વડાપ્રધાન મોદી અક્ષરધામ મંદિરની રજત જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે 

ભારત અને ઇઝરાયેલનાં વડાપ્રધાન ગુજરાતનાં મહેમાન બનવાનાં છે,જેને લઈને તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરુ કરવામાં આવી છે.અને 17મી જાન્યુઆરીનાં ઈઝરાયેલ અને ભારતનાં વડાપ્રધાનનાં સમગ્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

જે મુજબ પીએમ નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલનાં બેન્જામીન નેતન્યાહુ 17મીએ સવારે 10.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ બન્ને વડાપ્રધાન ખુલ્લી જીપમાં બેસીને સાબરમતીનાં ગાંધી આશ્રમ ખાતે જવા રવાના થશે. ત્યાંથી સુભાષબ્રીજ થઈને ગાંધીઆશ્રમ પહોંચશે.

publive-image

બંને મહાનુભાવો ગાંધી આશ્રમ ખાતે લગભગ 35 મિનિટ જેટલો સમય રોકાશે. જ્યાં હૃદયકુંજની મુલાકાત લેશે. તેઓ ત્યાં ચરખો પણ કાંતશે અને પ્રદર્શન નિહાળશે. ગાંધી આશ્રમની વિઝિટ બાદ બંને વડાપ્રધાનો હેલિકોપ્ટર દ્વારા બાવળા ખાતેનાં આઈ ક્રીએટ સેન્ટર ખાતે જશે. જ્યાં બપોરે લગભગ 12.30 વાગ્યે પહોંચશે. અહીં ગુજરાતનાં ટોચનાં ઉદ્યોગપતિઓ સહિત 1500 થી વધુ નાના મોટા ઉદ્યોગપતિઓ હાજર રહેશે.

બપોરનાં કાર્યક્રમ બાદ બંને વડાપ્રધાનો સાથે આ ઉદ્યોગપતિાઓનું લન્ચનું પણ આયોજન છે. બપોરનાં લંચ પછી બે વાગ્યે તેઓ બાવળાથી હેલિકોપ્ટર દ્વારા જ સાબરકાંઠાનાં વડરાજ ખાતે પહોંચશે.

જ્યાં કૃષિ વૈજ્ઞાાનિકો, કૃષિ નિષ્ણાંતો પણ હાજર રહેવાના છે. ઉપરાંત યુનિવર્સિટીઓનાં કુલપતિઓ, કૃષિ નિષ્ણાંતો ખેડૂતોને પણ આમંત્રણ અપાયું છે. અહીંના કાર્યક્રમ લગભગ એકાદ કલાક જેટલો ચાલશે. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યાની આસપાસ હેલિકોપ્ટરથી બંને વડાપ્રધાનો અમદાવાદ એરપોર્ટ આવશે. સાંજે 5.30 વાગ્યાની આસપાસ ખાસ વિમાન દ્વારા બંને વડાપ્રધાન નવી દિલ્હી જવા રવના થશે.

Latest Stories