ભારત પર નજર રાખવા માટે પાકિસ્તાન સ્પેસ કાર્યક્રમ શરૂ કરશે

New Update
ભારત પર નજર રાખવા માટે પાકિસ્તાન સ્પેસ કાર્યક્રમ શરૂ કરશે

ભારતની વધી રહેલી આંતરિક્ષની ગતિવિધિઓના કારણે પાકિસ્તાનની મુશ્કેલી વધી રહી છે. હવે ભારત પર નજર રાખવા માટે પાકિસ્તાન દ્વારા આવતા વર્ષથી પોતાનો મહત્વકાંક્ષી સ્પેસ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આમાં સિવિલ અને લશ્કરી ઉપયોગ માટે વિદેશી ઉપગ્રહો પર અવલંબન રાખવાને બદલે પોતાના ઉપગ્રહો છોડવા આયોજન કરી રહ્યું છે. પાક. સરકાર આ માટે રૂ. 4.70 અબજનું બજેટ ફાળવશે.

પાકિસ્તાન સરકાર સિવિલ અને લશ્કરી સંદેશાવ્યવહાર માટે અમેરિકા અને ફ્રાન્સનાં ઉપગ્રહો પર અવલંબન રાખવાને બદલે પોતાનાં ઉપગ્રહો અવકાશમાં તરતા મુકશે. કેટલાક પ્રોજેક્ટ હાથ ધરીને આ મામલે સ્વાવલંબી બનશે. સ્પેસ એન્ડ અપર એટમોસ્ફીયર રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (Suparco) સ્થાપવા માટે 2018-19ના બજેટમાં રૂ. 4.70 અબજની ફાળવણી કરવામાં આવી છે.

Latest Stories