ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો

New Update
ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો

ભારતમાં મોબાઇલ ક્રાંતિ કે ડિજિટલ રેવલ્યૂશના કારણે સ્માર્ટફોર્ન ધારકો અને ઇન્ટરનેટ યુઝરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેની સાથે-સાથે હવે ભારત વૈશ્વિક સ્તરે મોબાઇલ ઉત્પાદનના મામલે બીજા ક્રમનૌ સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે.

આ માહિતી કેન્દ્રિય આઇટી પ્રધાન રવિશંક પ્રસાદ અને ટેલિકોમ મિનિસ્ટર મનોજ સિંન્હા દ્વારા જાહેર કરવામાં આવી છે. વિયતેનામને પછાડીને ભારતે બીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે ચીને પ્રથમ ક્રમ જાળવી રાખ્યું છે.

આઇસીએફ દ્વારા એક્ત્ર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં મોબાઇલ ફોનનું વાર્ષિક ઉત્પાદન વર્ષ ૨૦૧૪માં ૩૦ લાખ નંગ થયું હતું જે વર્ષ ૨૦૧૭માં વધીને ૧.૧ કરોડ નંગની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે.

Latest Stories