ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાત વર્ષના પ્રતિબંધ બાદ મેદાન પર કરશે વાપસી

New Update
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાત વર્ષના પ્રતિબંધ બાદ મેદાન પર કરશે વાપસી

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાત વર્ષના પ્રતિબંધ બાદ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. આગામી મહિને યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ માટે કેરળની ટીમમાં શ્રીસંતને સામેલ કરવામાં આવ્યો છે. સ્ટેટ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરેલી ટીમના ખેલાડીઓની યાદીમાં તેને સામેલ કરાયો છે. આ ટૂર્નામેન્ટ 10 જાન્યુઆરીથી મુંબઈમાં રમાશે.

આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં કથિત સંડોવણીને લઈને બીસીસીઆઈએ શ્રીસંત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. શ્રીસંતનો સાત વર્ષનો પ્રતિબંધ ગત સપ્ટેમ્બરે પૂરો થયો હતો અને તેના બાદ આ તેની પ્રથમ ઘરેલુ ટૂર્નામેન્ટ છે.


આ પહેલા તેને આ મહિનામાં અલાપ્પુઝામાં સ્થાનિક ટી20 ટૂર્નામેન્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસના કારણે આ ટૂર્નામેન્ટને સરકારે મંજૂરી આપી નહોતી. જેના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી.

કેરળ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં કેરળની ટીમનું નેતૃત્વ સંજૂ સેમસન કરશે.

Latest Stories