ભારતમાં 152 વર્ષ બાદ ગ્રહણમાં ચંદ્ર બ્લ્યુ રંગનો દેખાશે

New Update
ભારતમાં 152 વર્ષ બાદ ગ્રહણમાં ચંદ્ર બ્લ્યુ રંગનો દેખાશે

વિક્રમ સંવત 2074નું સૌપ્રથમ ચંદ્રગ્રહણ 31મી જાન્યુઆરીનાં રોજ થશે.આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે.ગ્રહણ વેધનો પ્રારંભ સવારે 8 : 18 થી થશે. ગ્રહણ સ્પર્શ સાંજે 5 : 17, ગ્રહણ સંમિલન સાંજે 6 : 21એ, ગ્રહણ મધ્ય સાંજે 6 : 59નાં ગ્રહણ ઉન્મિલન સાંજે 7 : 38એ અને ગ્રહણ મોક્ષ રાત્રે 8 : 41 છે.

આ વખતે 176 વર્ષ બાદ પુષ્ય નક્ષત્ર અને ચંદ્ર ગ્રહણનો વિશેષ યોગ સર્જાયો છે. ઘણા લાંબા સમય બાદ સુપર મૂનની સ્થિતિ ઉભી થઇ રહી છે. આગામી દિવસોમાં ચંદ્ર સામાન્ય દિવસો કરતા મોટો દેખાશે. 152 વર્ષ બાદ એવું ગ્રહણ થવા જઇ રહ્યું છે જેમાં ગ્રહણમાં ચંદ્ર બ્લ્યુ રંગનો દેખાશે.

વૈજ્ઞાાનિકોનો દાવો છે કે આ દિવસે ચંદ્ર ખૂબ જ ચમકદાર હશે. આ નજારો ખૂબ જ અદ્ભૂત હશે, જેમાં ચંદ્રનો નીચનો હિસ્સો ઉપર કરતા વધુ ચમકદાર જોવા મળશે.

Latest Stories