ભારતીય નૌકાદળ માટે નાગ મિસાઇલ અને લાંબા રેન્જની બંદુકોની ખરીદી કરાશે

ભારતીય નૌકાદળ માટે નાગ મિસાઇલ અને લાંબા રેન્જની બંદુકોની ખરીદી કરાશે
New Update

સંરક્ષણ મંત્રાલયે સંરક્ષણ ખરીદી માટે રૃપિયા ૩૬૮૭ કરોડ મંજૂર કર્યા હતા જેમાં મિલિટ્રી માટે તોપ વિરોધી ગાઇડેડ નાગ મિસાઇલ અને નૌકાદળ માટે લાંબા અંતરની બંદુકોનો સમાવેશ થતો હતો.સંરક્ષણ મંત્રી નિર્માલા સિતારામણના અધ્યક્ષપદે યોજાયેલી ડીફેન્સ એકેવિઝેશન કાઉન્સિલ(DAC)ની બેઠકમાં આ ખરીદીને મંજૂરી અપાઇ હતી. નૌકાદળ માટે રૃપિયા ૩૦૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે અમેરિકાની બીએઇ સીસ્ટમમાંથી ૧૨૭ એમએમની કેલિબર બંદુકની ખરીદી કરાશે.

ભારતીય સંરક્ષણ અનુસંધાન સંગઠન-ડીઆરડીઓ- દ્વારા બનાવવામાં આવેલા નાગ મિસાઇલ સેના માટે રૃપિયા ૫૨૪ કરોડના ખર્ચે ખરીદાશે. આ સીસ્ટમમાં મિસાઇલ કેરિયર વાહનની સાથે તોપ વિરોધી ગાઇડેડ મિસાઇલની ત્રીજી આવૃત્તિનો સમાવેશ થશે. નાગ મિસાઇલમાં જોરદાર પ્રહાર કરવાની ક્ષમતા છે જે રાત અને દિવસે પણ અસરકારક કામગીરી કરીને ગમે તેવી તોપને તોડી શકે છે.'આનાથી દુશ્મનોના શસ્ત્રસરંજામ સામે લડવા સેનાની ક્ષમતામાં ખૂબ વધારો થશે'

તેમણે કહ્યું હતું કે નેવી માટે ૧૨૭ એમએમ કેલિબરની બંદુકો નવી જ બાંધવામાં આવેલા જહાજો પર રાખવામાં આવશે અને તેનાથી નૌકાદળને ફાયર સપોર્ટ મળી રહેશે.' આ બંદુકોની પ્રહાર કરવાની ક્ષમતા ૨૪ કિમી છે જેને એક્સટેન્ડેડ રેન્જ મ્યુનિશનનો ઉપયોગ દ્વારા વધારી શકાય છે, એમ સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article