ભારતીય મહિલા ટીમે હોકી રેન્કિંગમાં ટોપ - 10માં સ્થાન મેળવ્યુ

New Update
ભારતીય મહિલા ટીમે હોકી રેન્કિંગમાં ટોપ - 10માં સ્થાન મેળવ્યુ

એશિયા કપમાં ચેમ્પિયન બનવાની સાથે જ ભારતીય મહિલા હોકી ટીમનાં રેન્કિંગમાં સુધારો થયો છે અને તે હવે 10માં સ્થાને આવી ગઇ છે. જાપાન ખાતે યોજાયેલી ફાઇનલમાં ચીનને 5 - 4થી શૂટઆઉટમાં હરાવીને ભારતીય ટીમ 13 વર્ષ બાદ એશિયા કપમાં ચેમ્પિયન બની હતી. એશિયા કપ અગાઉ ભારતીય ટીમ રેન્કિંગમાં 12માં ક્રમે હતી. ભારતીય મહિલા હોકી ટીમ છેલ્લે 2004માં દિલ્હી ખાતે યોજાયેલા એશિયા કપમાં ચેમ્પિયન બની હતી.

સોમવારે જારી કરવામાં આવેલા વિમેન્સ હોકી રેન્કિંગમાં નેધરલેન્ડ્સે ટોચનો, ઇંગ્લેન્ડે બીજો જ્યારે આર્જેન્ટિનાએ ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે. અમેરિકાની ટીમ સાતમા ક્રમે ફેંકાઇ ગઇ છે. જ્યારે ઓસેનિયા કપની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનાં રેન્કિંગમાં ત્રણ સ્થાનનો સુધારો થતા ચોથા સ્થાને આવી ગઇ છે.

ન્યૂઝીલેન્ડની ટીમ પાંચમાં, જર્મની છઠ્ઠા સ્થાને છે. હોકી ઇન્ડિયાએ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમની તમામ 18 પ્લેયર્સને રૂપિયા ૧ લાખનો જ્યારે સપોર્ટ સ્ટાફને રૂપિયા 50 હજારનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

Latest Stories