ભારતીય વાયુસેનામાં સૌપ્રથમવાર મહિલા પાઇલોટનો સમાવેશ

New Update
ભારતીય વાયુસેનામાં સૌપ્રથમવાર મહિલા પાઇલોટનો સમાવેશ

હૈદરાબાદમાં હકિમપેટ સ્થિત વાયુ સેના એકડમીમાં તારીખ 18 જૂન, 2016ના રોજ ભારતીય વાયુ સેનામાં મહિલાઓની પ્રથમ બેચનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રથમ બેચમાં મહિલા પાઇલોટ અવની ચતુર્વેદી, મોહના સિંગ અને ભાવના કાન્તનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રક્ષા મંત્રી મનોહર પાર્રિકર પણ હાજર રહ્યા હતા.

air 1

ભારતે સૌપ્રથમવાર એર ફોર્સમાં મહિલાઓનો સમાવેશ કર્યો છે. ભારતમાં આજ સુધી મહિલાઓએ પરિવહન વિમાન અને હેલિકોપ્ટર ઉડાવ્યુ છે પરંતુ પહેલીવાર તેઓ યુદ્ધના વિમાન પર સવાર થશે.

જોકે, હાલમાં વાયુસેનામાં મહિલા પાઇલોટોનો પ્રવેશ પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યો છે. IAF આગામી પાંચ વર્ષ સુધી આ નિર્ણયના પરિણામનો અભ્યાસ કરશે.

ઓક્ટોમ્બરમાં મહિલાઓને આઇએએફમાં સમાવેશ કરવાના સરકારના સીમા ચિહ્નનરૂપ નિર્ણય બાદ છ મહિલા પાઇલોટો વચ્ચે પ્રતિસ્પર્ધા થઇ હતી. જેમાંથી માત્ર 3 મહિલા પાઇલોટની આઇએએફમાં સમાવેશ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી

Latest Stories